Home> India
Advertisement
Prev
Next

મુઝફ્ફરપુર શેલ્ટર હોમમાં કોઈ પણ છોકરીની હત્યા થઈ નથી, CBIનો SCમાં દાવો

મુઝફ્ફરપુર શેલ્ટર હોમ (muzaffarpur shelter home) મામલે સીબીઆઈ (CBI) એ સુપ્રીમ કોર્ટમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

મુઝફ્ફરપુર શેલ્ટર હોમમાં કોઈ પણ છોકરીની હત્યા થઈ નથી, CBIનો SCમાં દાવો

નવી દિલ્હી: મુઝફ્ફરપુર શેલ્ટર હોમ (muzaffarpur shelter home) મામલે સીબીઆઈ (CBI) એ સુપ્રીમ કોર્ટમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે. સીબીઆઈ (CBI) એ સુપ્રીમ કોર્ટ (Supreme Court) માં જણાવ્યું કે મુઝફ્ફરપુર શેલ્ટર હોમમાં કોઈ પણ યુવતીની હત્યા થઈ નથી. આ સાથે જ મુઝફ્ફપુર શેલ્ટર હોમમાં મળેલા કંકાલને લઈને પણ સીબીઆઈએ કહ્યું કે તપાસ દરમિયાન મળેલા કંકાલ શેલ્ટર હોમની છોકરીઓના નથી. અત્રે જણાવવાનું કે 12 ડિસેમ્બરના રોજ આ મામલે દિલ્હીની સાકેત કોર્ટ ચુકાદો આપવાની હતી પરંતુ એડિશનલ સેશન જજ સૌરભ કુલશ્રેષ્ઠ રજા પર હોવાના કારણે ચુકાદો આવ્યો નહતો. 

fallbacks

ઈરાન અને USA વચ્ચે યુદ્ધના ભણકારા! સરકારે નાગરિકો અને એરલાઈન્સને આપી આ સલાહ

અત્રે જણાવવાનું કે પોસ્કો એક્ટ હેઠળ અન્ય મામલાઓમાં કેસ દાખલ થયો હતો. તમામ આરોપીઓ અંગે આ કેસમાં 14 જાન્યુઆરીએ ચુકાદો આપવામાં આવશે. આ મામલે સમાજ કલ્યાણ વિભાગના અનેક અધિકારીઓ પણ આરોપી છે. સુનાવણી અગાઉ મુઝફ્ફરપુરમાં અને ત્યારબાદ સાકેત કોર્ટમાં થઈ. આ બાજુ મુખ્ય આરોપી બ્રજેશ ઠાકુર પંજાબની જેલમાં બંધ છે. એક ઓક્ટોબરના રોજ કેસની દલીલો પૂરી થઈ ગઈ હતી. 

મુંબઈઃ 'ફ્રી કાશ્મીર'નું પોસ્ટર દેખાડનાર યુવતી પર કેસ, ઉમર ખાલિદ પર પણ એફઆઈઆર

જુઓ LIVE TV

નોંધનીય છે કે આ કેસમાં 31 ઓક્ટોબર 2018ના રોજ ટિસના રિપોર્ટ પર મહિલા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાઈ હતી. 26 જુલાઈ 2018ના રોજ સીબીઆઈને તપાસની જવાબદારી સોંપાઈ હતી જેમાં 28 જુલાઈના રોજ સીબીઆઈએ એફઆઈઆર દાખલ કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More